આજનો આ યુગ ગતિશીલ અને સ્પર્ધાત્મક યુગ છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ સ્પર્ધા પણ વધતી જાય છે. આવા સમયમાં વિધાર્થીઓ માટે થોડા ચિંતા નું વિષય છે કે એમનું આગલું પગલું શું ભરવું અને કેવી રીતે ભરવું ?
આ યોજના ની અંતર્ગત ચાલતું એક ખૂબ જ સરસ અને સફળ સ્ટાર્ટઅપ છે "પ્રથમ Notebook". પ્રથમ Notebook એ IITRAM, Ahmedabad ના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત છે. તેમના તમામ પ્રયાસો વિદ્યાર્થીઓ ને સશક્ત કરવાના હોય છે. પ્રથમ Notebook તે માટે વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકાર ના કર્યો માં જોડી ને તાલીમ પૂરી પાડે છે. તાલીમ માં વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેવી કે, પ્રોડક્ટ ડિઝાઇનીગ, સેલ્સ, માર્કેટિંગ વગેરે.
ઘણા વિધાર્થીઓ પોતાની અભિરુચિ અનુસાર ઘણી પ્રવુતિઓ અને ઘણા પ્રયાસો પણ કરતા હોય છે. ઘણા વિધાર્થીઓ પાસે તેમની રુચિ અનુસાર નવા સ્ટાર્ટઅપ પ્લાન પણ હોય છે અને જ્યારે અમુક વિધાર્થીઓ ટેકનોલોજી ની મદદ થી નવા ઇનોવેશન પણ કરતા હોય છે.
બહુ બધી વખત વિધાર્થીઓ પાસે એવા આઈડિયા હોય છે કે જે ખરેખર બિરદાવવા લાયક હોય. અને જો ખરેખર આવા સ્ટાર્ટઅપ પ્લાન પર પૂરતું ધ્યાન આપવામાં આવે અને મદદ કરવામાં આવે તો તે સારા મુકામો હાસલ કરી શકે. ગુજરાત સરકાર દ્વારા એક યોજના શરૂ કરવામાં આવેલ છે જેમાં સ્ટાર્ટઅપ/ઈનોવેશન ને મદદ પૂરી પાડવામાં આવે છે. આ યોજના SSIP( Student Startup & Innovation Policy, a Govt. Of Gujarat initiative ) થી જાણીતી છે.
આ યોજના ની અંતર્ગત ચાલતું એક ખૂબ જ સરસ અને સફળ સ્ટાર્ટઅપ છે "પ્રથમ Notebook". પ્રથમ Notebook એ IITRAM, Ahmedabad ના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત છે. તેમના તમામ પ્રયાસો વિદ્યાર્થીઓ ને સશક્ત કરવાના હોય છે. પ્રથમ Notebook તે માટે વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકાર ના કર્યો માં જોડી ને તાલીમ પૂરી પાડે છે. તાલીમ માં વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે જેવી કે, પ્રોડક્ટ ડિઝાઇનીગ, સેલ્સ, માર્કેટિંગ વગેરે.
તેમની સાથે કાર્ય કરતા અને તાલીમ પામેલ વિદ્યાર્થીઓ ને SSIP ના પ્રમાણપત્ર દ્વારા બિરદાવવામાં આવે છે. હજી સુધી લગભગ 220 થી પણ વધારે વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાઈ ચૂક્યા છે અને 27 થી વધુ કેમ્પસ એમ્બેસેડર કાર્યરત છે. પ્રથમ Notebook એ સફળતા પૂર્વક કુલ 6 બ્રાન્ડસ સાથે પણ જોડાઈ ચૂક્યા છે. હજી સુધીમાં તેમના દ્વારા 40 હજાર થી પણ વધુ Notebook નું વેચાણ કરવામાં આવ્યું છે.
પ્રથમ Notebook ની સૌથી પહેલી શરૂઆત "Coffee Table Book" હતી. જેને ગુજરાતના માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપણી સાહેબ દ્વારા "Vibrant Gujarat Summit 2019" માં પ્રકાશિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ 400 જેટલા સ્ટાર્ટઅપ માંથી Top 50 સ્ટાર્ટઅપ માં પ્રથમ Notebook નો સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્રથમ Notebook દ્વારા શાળા કોલેજના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ગુણવત્તાની નોટબુક ખૂબ જ વ્યાજની ભાવે પૂરી પાડવામાં આવે છે.
પ્રથમ Notebook એ વિદ્યાર્થીઓ દ્વારા,વિદ્યાર્થીઓ થી, વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલ એક સ્ટાર્ટઅપ છે. તો ચાલો આપણે પણ તેમને બિરદાવવા અને સહાય માટે એક પગલું ભરીએ.

Comments